સામગ્રીઃ પાઈનેપલ ટુકડા ૧ બાઉલ • ડ્રાય કોકોનટ ૧ બાઉલ • દળેલી સાકર ૧ બાઉલ • મોળો માવો અડધો કપ • પલાળેલા પીસ્તા અડધો કપ • ઈલાયચી પાવડર અડધી ચમચી
રીતઃ સૌથી પહેલા પાઈનેપલના એકદમ બારીક ટુકડા કરવા. હવે એક બાઉલ જેટલું પાણી ગરમ કરો અથવા માઈક્રો કરીને તેમાં ૧૦ મિનિટ માટે પાઈનેપલના પીસ મૂકી રાખો. હવે તેને ગાળી લો. આ પીસને સાઈડ પર રહેવા દો. હવે એક પેનમાં દળેલી ખાંડ ગરમ કરવા મૂકો. તેમાં ૨-૩ ચમચી પાણી ઉમેરીને સૂકા કોપરાનું છીણ ઉમેરી લો. હવે ધીમી આંચ પર ૧૦ મિનિટ હલાવી તેમાં પાઈનેપલના પીસ ઉમેરો. આંચ ધીમી જ રાખીને પાઈનેપલને મેશ કરતા જાવ. બધી જ ખાંડ ઓગળી જાય પછી તેમાં મોળો માવો ઉમેરો. હવે પાઈનેપલમાં રહેલું પાણી બળી જાય અને માવા તથા કોકોનટમાં રહેલું ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી હલાવવું. હવે તેમાં ઈલાયચી પાવડર, પીસ્તાની કતરણ ઉમેરીને ગેસ બંધ કરો. આ મિશ્રણને પ્લેટમાં મોલ્ડ મૂકી સેટ કરી ૧૦ મિનિટ ફ્રીજમાં મૂકો. ત્યાર પછી પીસ્તાથી સજાવી સર્વ કરો.
ટીપ્સઃ આ જ પ્રમાણે એપલ અને કીવીનો હલવો તૈયાર થઈ શકે છે. આ મિશ્રણને પ્લેટમાં પાથરીને ટુકડા કરી બરફીની જેમ સર્વ કરી શકાય.