સામગ્રીઃ ૧૦ નંગ પાપડ • ૫૦૦ ગ્રામ લીલા વટાણા • ૨૫૦ ગ્રામ બટાકા • ૨ ચમચી મેંદો • ૧ ચમચી તલ • ૧ ચમચી ગરમ મસાલો • ૧ ચમચી મરચું • લીલા ધાણા - જરૂરત અનુસાર • ૧ લીંબુનો રસ • મીઠું સ્વાદ અનુસાર ખાંડ • તળવા માટે તેલ • તજ અને લવિંગ
(લીલો મસાલો બનાવવા) ૧૦૦ ગ્રામ કોપરાનું છીણ, ૩ લીલા મરચા, આદુનો કટકો, ધાણા, લસણ, મીઠું, ગોળ વગેરેને મિક્સ કરીને ચટણી જેવી પેસ્ટ બનાવી લો.
રીતઃ વટાણાને મિક્સરમાં ક્રશ કરીને જાડો ભૂકો બનાવો. બટાકાને બાફી, છોલી, ખૂબ ઝીણા કટકા કરો. એક વાસણમાં થોડુંક તેલ મૂકો, તેમાં તજ-લવિંગનો વઘાર કરો. વટાણાનો ભૂકો નાંખીને ધીમો તાપ રાખીને ઢાંકી દો. વટાણા બફાય એટલે બટાકા, મીઠું, મરચું, ખાંડ અને ગરમ મસાલો નાંખીને હલાવી ઉતારી લો. તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખો. ત્યારબાદ પાપડ ઉપર પાણી રેડી લો. તે નરમ થાય એટલે તેના બે કટકા કરો. તેના ઉપર લીલો મસાલો લગાવો. પાપડનો એક કટકો લઈને કોન વાળી તેમાં વટાણાનો મસાલો ભરીને ત્રિકોણ આકારે વાળો. આજુબાજુની કિનાર (મેંદામાં પાણી નાંખીને પાતળું ખીરું બનાવી) તેનાથી ચોંટાડી લો. પછી તેલમાં સમોસા તળી લો. તેને લસણની કે લીલી ચટણી સાથે સર્વ કરો.