પારસી સ્ટાઇલ રવો

Wednesday 03rd November 2021 09:16 EDT
 
 

વાનગીઃ સોજી - ૧ વાટકી • દૂધ – ૩ કપ • ખાંડ - ૪ કપ • ઘી - ૨ ચમચી • ગુલાબ જળ - ૨ ચમચી • ઇલાયચી પાઉડર - ૧ ચમચી • પિસ્તા અને બદામ - ૨ ચમચી • વેનિલા એસેન્સ - ૬થી ૭ ટીપાં
રીતઃ એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં પિસ્તા-બદામ રોસ્ટ કરીને બાજુ પર મૂકી દો. બાકી વધેલા ઘીમાં સોજી ઉમેરો અને તેને લાલ થાય ત્યાં સુધી શેકો. શેકેલા સોજીમાં ધીમે ધીમે દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો, જેથી ગાંઠો ન પડે. આ પછી ખાંડ નાખીને ૨ મિનિટ સુધી હલાવો. તેની ઉપર વેનિલા એસન્સ અને ગુલાબ જળ નાખો. રોસ્ટ કરેલા ડ્રાય-ફૂટ્સ વડે સજાવીને ગરમ-ગરમ સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter