આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: પાલક-1 કપ • મગ દાળ-અડધો કપ • સમારેલી ડુંગળી-1 નંગ • સમારેલું લીલું મરચું-1 નંગ • સમારેલું ટામેટું-1 નંગ • આદું-લસણની પેસ્ટ-1 ચમચી • લાલ મરચું પાઉડર-અડધી ચમચી • હળદર-પા ચમચી • ધાણાજીરું-અડધી ચમચી • ગરમ મસાલો-પા ચમચી • મીઠું-સ્વાદ મુજબ, તમાલપત્ર-1 નંગ • તેલ-2 ચમચી
રીત: મગની દાળને અડધો કલાક અગાઉ પલાળી લેવી. પાલકને બાફી તેને એક કાણાવાળા વાસણમાં કાઢી લેવી. હવે કડાઈમાં તેલ ગરમ મૂકી તમાલપત્ર અને હિંગને વઘારમાં મૂકો. તેમાં સમારેલી ડુંગળી અને આદું-લસણની પેસ્ટ સાંતળો. થોડું તેલ છૂટે એટલે સમારેલાં ટામેટાં ઉમેરો. સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો. પલાળેલી દાળ મિક્સ કરીને એક ગ્લાસ પાણી રેડી ઢાંકી દો અને ચઢવા દો. હવે તેમાં બાફેલી પાલક મિક્સ કરો અને ઢાંક્યા વગર બે મિનિટ ચઢવા દો. ગરમગરમ પાલક અને દાળનું શાક પરાઠા કે રોટલી અને ઢીલા ભાત સાથે આરોગો.