સામગ્રી: ચણાનો લોટ - ૨ કપ • સમારેલી પાલક - ૧ કપ • તીખાં લીલાં મરચાં - ૪ નંગ • આદું - ૧ ટુકડો • મરી પાઉડર - અડધી ચમચી • સાજીનાં ફૂલ - અડધી ચમચી • પાણી - જરૂર મુજબ • મીઠું-સ્વાદ મુજબ
રીત: ચણાના લોટમાં આદું-મરચાંની પેસ્ટ, ઝીણી સમારેલી પાલક, મીઠું, મરી પાઉડર અને જરૂર મુજબ પાણી ઉમેરો. હવે સાજીનાં ફૂલ ઉમેરીને બરાબર મિક્સ કરો અને ખીરાને અડધો કલાક રેસ્ટ આપવો. હવે તળવા માટે તેલ બરાબર ગરમ થાય એટલે મિડિયમ સાઈઝના જાળીદાર પાલક પકોડા તળી લેવા. તળતી વખતે વધુ લાલ ન થવા દેશો. લીલાં મરચાં અને ખજૂર-આંબલીની ચટણી સાથે સર્વ કરો.