સામગ્રીઃ ઘઉંનો લોટ - ૫૦૦ ગ્રામ • પાલક - ૨૫૦ ગ્રામ • પનીર - ૨૦૦ • જીરાનો પાવડર - ૧ નાની ચમચી • લીલાં મરચાંની પેસ્ટ - ૧/૨ ચમચી • ધાણા પાવડર - ૧ નાની ચમચી • ગરમ મસાલો - ૧/૨ નાની ચમચી • લાલ મરચું પાવડર - જરૂર મુજબ • મીઠું - સ્વાદ મુજબ • તેલ - તળવા માટે
રીતઃ પાલકને પાણીમાં સારી રીતે ધોઈને પાંદડા તોડી લો. આ પછી ૧ કપ પાણીમાં તેને બાફી લો. ઠંડુ થયા પછી મિક્સમાં પિસીને પેસ્ટ બનાવી લો. ઘઉંના લોટમાં મીઠું, પાલક પેસ્ટ, લીલાં મરચાંની પેસ્ટ અને જીરું પાવડર મિક્સ કરીને મિશ્રણને બરાબર રીતે ગૂંદી લો. પનીરને મસળીને તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો વ્યવસ્થિત મિક્સ કરીને અલગ મૂકો. હવે લોટના ગોળ પેડાં બનાવી તેમાં પનીરવાળું મિશ્રણ ભરો. પછી પૂરીની સાઈઝની કચોરી બનાવીને ગરમ તેલમાં તળીને ગરમાગરમ સર્વ કરો.
ટીપ્સઃ કચોરીની રીત પ્રમાણે સ્ટફ પરાઠા પણ બનાવી શકાય. તેનાથી પરાઠામાં એક હેલ્ધી વર્ઝન બનશે.