આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: ચણા લોટ - બે કપ • ઝીણી સમારેલી પાલક - 1 કપ • તીખાં લીલાં મરચાં - 4 નંગ • મરી પાઉડર - અડધી ચમચી • સાજીનાં ફૂલ - અડધી ચમચી • આદું - નાનો ટુકડો • મીઠું - સ્વાદ અનુસાર • તેલ - તળવા માટે
રીત: સૌપ્રથમ આદું-મરચાંની પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચણાના લોટમાં ઉમેરો. એમાં સમારેલી પાલક, મીઠું, મરી પાઉડર, સાજીનાં ફૂલ અને જરૂર મુજબ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને ખીરું તૈયાર કરી લો. આ ખીરાને 20થી 30 મિનિટ સુધી રાખી મૂકો. આ પછી તેલને બરાબર ગરમ કરો અને મધ્યમ આંચ પર બધાં ભજિયાં તળી લેવાં. ભજિયાં લાલ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. આ ભજિયાંને ખજૂરની ચટણી અને કોથમીરની ચટણી સાથે ગરમગરમ સર્વ કરો.