સામગ્રીઃ ૧ કટોરી - ચણાનો લોટ • ૩ કટોરી - છાસ • સ્વાદ અનુસાર મીઠું • અડધી ચમચી - હળદર • ૬ નંગ - પાલકના પાન • ૧ નંગ - લીલું મરચું • ૧ ટુકડો આદું • ૨ ટેબલ સ્પૂન - સમારેલી કોથમીર • ૧ ટી-સ્પૂન - લીંબુનો રસ • ૧ ટેબલ સ્પૂન - ખમણેલું કોપરું • ૧ ટી-સ્પૂન તલ • વઘાર માટે - રાઈ અને હીંગ • ૧ ટેબલ સ્પૂન - તેલ
રીતઃ પાલક, કોથમીર, આદુ-મરચાંને ઝીણાં સમારવા. તેમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરો અને થોડુંક પાણી છાંટીને બ્લેન્ડરમાં સુંવાળો પલ્પ તૈયાર કરી લો. ચણાના લોટને છાસ નાંખી સુંવાળું ખીરું તૈયાર કરવું. મીઠું અને હળદર ઉમેરો. ધીમા તાપે મૂકીને હલાવ્યા કરવું. મિશ્રણ થોડુંક ઘટ્ટ થવા માડે એટલે પાલક પાનનો ગ્રીન પલ્પ તેમાં ઉમેરવો. સતત હલાવતા રહો. મિશ્રણ જાડું થાય એટલે થાળી ઉપર પાતળું પડ પાથરીને ઠંડુ કરો. ઠંડું પડ્યા બાદ તેના ૩ ઈંચ પહોળી પટ્ટી કાપવી. દરેક પટ્ટીને વીંટાળીને ખાંડવીના રોલ તૈયાર કરવા. એલ્યુમિનિયમની લંબચોરસ ટ્રેમાં સહેજ તેલ લગાવી રોલ ગોઠવી દો. હવે દોઢ ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીને રાઈ-તલ-હીંગનો વઘાર તૈયાર કરીને ખાંડવી ઉપર ચારેતરફ રેડવો. ઉપર ખમણેલું કોપરું ભભરાવવું. ખાંડવી સર્વ કરતી વખતે ટ્રેને ઓવનમાં મૂકીને અથવા તો ઉપરથી બે-ત્રણ મિનિટ માટે તાપ આપીને ગરમ કરી લો. ગરમ ખાંડવી ટેસ્ટી લાગશે. ઉપર થોડીક પાલક ઉમેરીને તેનું પોષણૂલ્ય વધારી શકો છો.