સામગ્રી: બાવળિયો ગુંદર (પાઉડર કરેલો) - અડધો કપ • ઘી - 1 કપ • દૂધ - 1 લિટર • દળેલી સાકર - અડધો કપ • સમારેલા બદામ અને પિસ્તા - પા કપ • સૂકા કોપરાની છીણ - અડધો કપ • સૂંઠ - 1 ચમચી • ગંઠોડા - 2 ચમચી • ઈલાયચી પાઉડર - 1 ચમચી • જાયફળ પાઉડર - પા ચમચી • ખસખસ - 1 ચમચી
રીત: સૌપ્રથમ દૂધ ગરમ કરવા મૂકો. બીજી બાજુ, નોનસ્ટીક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે થોડો થોડો કરીને ગુંદર નાખતા ઉમેરતા જાવ અને એને ફૂલવા દો. આ રીતે બધો જ ગુંદર ફૂલી જાય એટલે ખૂબ ધ્યાનથી ધીરે ધીરે ગરમ દૂધ રેડો, જેથી વરાળથી હાથ દાઝે નહીં. દૂધમાં કણી પડવા લાગશે. સતત હલાવતા રહેવાનું છે. દૂધનું પાણી બળવા આવે એટલે બદામ, પિસ્તા, કોપરાની છીણ અને ખસખસ ઉમેરો. ઘી છૂટે એટલે સાકર, સૂંઠ અને ગંઠોડા પાઉડર, ઇલાયચી અને જાયફળ પાઉડર મિક્સ કરી ગેસ બંધ દો. બદામ-પિસ્તા ઉમેરી પેંદને ડબ્બામાં ઢાળી લો.