સામગ્રી: બટાકા - ૮ નંગ • ઓલિવ ઓઈલ - ૪ ચમચી • ગાર્લિક પાઉડર - ૧ ચમચી • મિક્સ હર્બસ - ૧ ચમચી • લાલ મરચું પાઉડર - ૧ ચમચી • મરી પાઉડર - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ
રીત: બટાકાને બરાબર ધોઈ લેવા પણ એની છાલ ઉતારવાની નથી. હવે બટાકાને ઉભા સમારી લેવા. એક મોટાં અને પહોળાં બાઉલમાં બીજી બધી વસ્તુઓ ભેગી કરીને સરસ હલાવી લો. હવે તેમાં બટાકા ઉમેરીને એ રીતે મિક્સ કરો કે દરેક ટુકડા પર મસાલો બરાબર લાગી જાય. હવે ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર આ મસાલો લગાવેલાં પોટેટો વેજીસને ગોઠવીને ૨૦૦ ડિગ્રી પર પ્રિ-હિટ કરેલા ઓવનમાં ૨૦ મિનિટ માટે બેક કરવા. ત્યાર બાદ એક વખત ચેક કરી લેવું. જો જરૂર લાગે તો વધુ પાંચ મિનિટ માટે બેક કરો. પોટેટો વેજીસને કોઈ પણ પ્રકારનાં ડીપ અથવા તો ટોમેટો સોસ સાથે સર્વ કરો.