સામગ્રીઃ ૧ કપ નાયલોન પૌંઆ • ૧/૮ ટી સ્પૂન ખાવાનો સોડા • બે લીલાં મરચાં ઝીણાં સમારેલાં (ટેસ્ટ પ્રમાણે) • અડધી ટીસ્પૂન જીરું • બે ટીસ્પૂન તેલ • અડધો કપ પાણી • મીઠું સ્વાદનુસાર
રીતઃ પૌંઆને મિક્સર જારમાં નાખીને બારીક પાઉડર કરવો. માઇક્રોવેવ-સેફ બોલમાં પાણી, મીઠું, જીરું, ખાવાનો સોડા નાખીને માઇક્રોવેવમાં બે મિનિટ હાઈ પર અથવા પાવર પર રાખો. ત્યાર બાદ એમાં તેલ, મરચાંના ટુકડા, પીસેલા પૌંઆનો પાઉડર મિક્સ કરીને લચકા પડતું મિશ્રણ તૈયાર કરવું. ફરી પાછું બે મિનિટ માટે પાવર પર રાખીને કોથમીર, લાલ મરચું અને તેલ સાથે ગરમ-ગરમ સર્વ કરવું.
નોંધઃ આ ખીચું બનાવતી વખતે તમે મકાઈ, ગાજર, કેપ્સિકમ, વટાણા ઉમેરીને હેલ્ધી બનાવી શકો છો. આમાં બેથી ત્રણ ટેબલસ્પૂન ઓટ્સનો પાઉડર ઉમેરી શકાય. જો ઓટ્સ પાઉડર ઉમેરો તો પાણી ૧/૪ કપ વધારે લેવું. શાકભાજી ઝીણાં કાપવાં. પાણીમાં સાથે જ નાખવાં. સોડા સાથે બફાઈ જશે. પછી એમાં પૌંઆનો પાઉડર ઉમેરવો.