પૌષ્ટિક સુખડી

Wednesday 07th December 2016 05:24 EST
 
 

સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મમરા • ૫૦ ગ્રામ દાળિયા • ૫૦ ગ્રામ રાજગરાની ધાણી • ૨૫ ગ્રામ ગુંદર • ૨૦૦ ગ્રામ ગોળ - સમારેલો • ૫૦ ગ્રામ કોપરાનું ખમણ • બે ટેબલ-સ્પૂન કાજુ-બદામ-અખરોટનો અધકચરો ભૂક્કો • ૧ ટી સ્પૂન સૂંઠ પાઉડર • બે ટેબલ સ્પૂન ઘી

અન્ય સામગ્રીઃ ગ્રીઝ્ડ ટ્રે અથવા પ્લાસ્ટિક શીટ, સિલિકોન શીટ, વેલણ

રીતઃ મમરા અને દાળિયાનો કરકરો ભુક્કો કરો. ગુંદરને ઘીમાં સાંતળીને ભુક્કો કરી લો. કાજુ-બદામ-અખરોટનો અધકચરો ભુક્કો કરવો. ડ્રાયફ્રુટના આ ભુક્કાને અને કોપરાને જરાક શેકી લો. એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરીને એમાં સમારેલો ગોળ ઉમેરો. ગોળનો પાયો તૈયાર થાય એટલે તરત તેમાં ઉપર બધી સામગ્રી મિક્સ કરી લેવી. ગ્રીઝ્ડ ટ્રેમાં આ મિશ્રણને પાથરો અથવા સિલિકોન શીટ પર પાથરીને વણી લો. સહેજ ઠંડુ પડે એટલે મનગમતા શેપમાં કાપી લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter