સામગ્રીઃ • ૧ નાનો ટુકડો કોળું • ૨ નંગ - ગાજર • ૧ વાડકી - ઘઉંનો લોટ • ૧ ટેબલ સ્પૂન તેલ • મીઠું • દોઢ ટીસ્પૂન વાટેલા આદુ-મરચાં • ૨ ટી-સ્પૂન લીંબુનો રસ • ચપટી તજ – લવિંગનો ભૂકો • ૨ ચમચી - સમારેલી કોથમીર • થોડાંક ફૂદીનાનાં પાન
• તળવા માટે તેલ • વઘાર માટે હીંગ
રીતઃ ઘઉંના લોટમાં મીઠું તથા તેલનું મ્હોણ નાંખીને ઢીલી કણીક બાંધવી ઢાંકીને રાખવી. ગાજર તથા કોળાનો છીણવા. એક ટી-સ્પૂન તેલ ગરમ મૂકીને હીંગ નાખી બંને છીણ વઘારવા. મીઠું, આદું-મરચાં, તજ-લવિંગનો ભૂકો ઉમેરવો. મિશ્રણને અધકચરું ચડાવીને ઉતારી લેવું. મિશ્રણ ઠંડું પાડે એટલે કોથમીર, ફૂદીનો, લીંબુનો રસ ઉમેરવાં. કણીકને બરાબર મસળીને લૂવા પાડવા. બે નાની પાતળી રોટલી વણવી. એક ઉપર તૈયાર કરેલું છીણ પાથરવું. ધાર પર ભીની આંગળી ફેરવી ઉપર બીજી રોટલી મૂકવી. ધાર ચોંટાડી દેવી તેની ઉપર આછું વેલણ મારીને ગરમ તવી ઉપર સ્ટફ્ડ પરોઠું થોડુંક તેલ ચારે તરફ મૂકી ગુલાબી તળવું. પરોઠું શેકાઇ ગયા બાદ ઉતારીને તેના પર સહેજ બટર લગાવી, દહીં સાથે સર્વ કરવું. ગાજર અને કોળું કેરોટીન સમૃદ્ધ છે. કોથમીર, ફુદીનામાંથી પણ ઘણું કેરોટીન પ્રાપ્ત થાય છે.