સામગ્રી: મેંદો - ૧ કપ • અડદની દાળ - ૧ કપ • ઝીણી સમારેલી મોટી ડુંગળી - ૩ નંગ • ઝીણાં સમારેલાં લીલા મરચાં - ૨ નંગ • આખા ધાણા - ૧ ચમચો • લવિંગ - ૩ નંગ • મરી - ૬ નંગ • એલચી - ૧ નંગ • વરિયાળી - ૧ ચમચો • જીરું - અડધી ચમચી • મીઠું - ૧ ચમચી • મરચું - અડધી ચમચી • હિંગ - ચપટી • શેકેલો ચણાનો લોટ- ૨ ચમચી • સમારેલી કોથમીર - ૨ ચમચા • તેલ - તળવા માટે
રીતઃ સૌપ્રથમ લવિંગ, મરી, એલચીને અધકચરાં વાટીને અલગ રાખી દો. મેંદામાં અડધી ચમચી મીઠું અને બે ચમચા તેલ નાંખીને મસળી લો. થોડું પાણી નાંખીને નરમ લોટ બાંધો. પછી અડધો કલાક ભીનું કપડું લપેટીને મૂકી રાખો. પછી ફરી વાર મસળો અને એક સરખા લૂઆ પાડો. દાળને લગભગ ચાર કલાક પાણીમાં પલાળી રાખો. કડાઈમાં બે ચમચી તેલ, વરિયાળી, ધાણા અને હીંગ નાંખી શેકો. શેકાઈ જાય એટલે તેમાં અધકચરા વાટેલા લવિંગ- મરી-એલચી તેમાં ભેળવો. આ પછી ડુંગળી, લીલા મરચાં તેમાં નાંખીને સાંતળો. તેલ છૂટું પડવા લાગે એટલે લાલ મરચું નાંખીને દાળ અને પા કપ પાણી નાંખીને ઢાંકીને મૂકી રાખો. દાળ ચડી જાય એટલે તેમાં શેકેલો ચણાનો લોટ, દાડમના દાણા નાંખીને હલાવો. મિશ્રણને બર્નર પરતી નીચે ઉતારી લઈને તેને ઠંડુ થવા દો. ત્યારબાદ નાની પુરી વણી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ભરી બંધ કરી તળી લો.