સામગ્રીઃ પાક્કાં કાળાશ પડતાં ઘેરા લાલ રંગના પ્લમ્સ ૫૦૦ ગ્રામ • ખાંડ ૬૦૦ ગ્રામ
રીતઃ પ્લમને બરાબર ધોઈ લઇને નાના ટુકડા કરીને ઠળિયા કાઢી નાંખો. તેમાં બે ટેબલ સ્પૂન પાણી ઉમેરીને એકદમ હલાવી લો. એક પેનમાં નાંખીને બર્નર પર મૂકો. વારંવાર હલાવતાં રહેવું. પ્લમ્સ નરમ થાય એટલે નીચે ઉતારીને ઠંડા પડ્યા બાદ બ્લેન્ડરમાં ફેરવીને પલ્પ તૈયાર કરી લો. પલ્પને ચાળણી વડે ચાળીને એકદમ સુંવાળો બનાવવો. તેમાં ખાંડ ઊમેરો અને ધીમા તાપે ગરમ મૂકો. સતત હલાવતા રહો. મિશ્રણ જરાક જાડું અને લચકા પડતું થાય એટલે ઉતારી લો. થોડીક વરાળ બેસી જાય એટલે જેમને બોટલમાં ભરી લો. બરાબર ઠંડુ થઈ ગયા બાદ ઢાંકણ બંધ કરી દો. આ જેમની ટેસ્ટી સેન્ડવિચ બનાવી શકાય, વેનિલા આઈસ્ક્રિમ પર જેમ સોસ તરીકે નાંખી શકાય અને કેક-પુડિંગમાં ઉપયોગમાં લઈ શકાય.
નોંધઃ પ્લમમાં ખૂબ સારા પ્રમાણમાં પેક્ટિન નામનો જટિલ કાર્બોદિત છે. જેમમાં નાંખેલી ખાંડ સુક્રોઝ કાર્બોદિત છે. હાઈ પેક્ટિનને કારણે સરળતાથી જેમ બની જાય છે.