આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: બાફેલો મોરૈયો - 1 કપ • બાફેલાં શકરિયાં - 1 કપ • છીણેલું પનીર અથવા ટોફુ - 1 કપ • શેકેલા તલ - 1 ચમચી • સમારેલા લીલાં મરચાં - 3 નંગ • વરિયાળી પાઉડર - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • મરી પાઉડર - અડધી ચમચી • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • આરારૂટ - 4 ચમચી • સમારેલી કોથમીર - 4 ચમચી • સમારેલો ફુદીનો - 2 ચમચી • લીંબુનો રસ - 1 ચમચી
રીત: મોરૈયાને એક કલાક પલાળી મીઠું અને પાણી સાથે બાફી લો. સંપૂર્ણ ઠંડો થઈ જવા દો. હવે એક કથરોટમાં ઉપર જણાવેલી દરેક સામગ્રીને લઈ સારી રીતે મિક્સ કરો. જો જરૂર લાગે તો થોડો વધુ આરારૂટ ઉમેરી શકાય. હાથથી થેપી કટલેસ તૈયાર કરી ઉપર શેકેલા તલ લગાવો. તેલ ગરમ મૂકી કટલેસને ક્રિસ્પી અને સોનેરી તળી લો. ગ્રીન ચટણી સાથે તરત જ સર્વ કરો.