સામગ્રીઃ મૌરૈયો (સામો) - અડધો કપ • રાજગરાનો લોટ - અડધો કપ • ખાટ્ટી છાશ - અડધો કપ • આદું-મરચાંની પેસ્ટ - એક ટેબલસ્પૂન • સિંધવ મીઠું સ્વાદાનુસાર • તેલ રાંધવા માટે
રીતઃ મોરૈયા (સામા)ને સાફ કરીને ધોઇ લીધા પછી જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં બે કલાક સુધી પલાળી રાખો. એ પછી તેને નીતારીને જરાક પાણી સાથે મિક્સરમાં ફેરવીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી લો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢીને તેમાં રાજગરાનો લોટ, છાસ, આદું-મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરો. બાઉલને ઢાંકી આથો આવવા માટે આઠ કલાક અથવા આખી રાત મૂકી રાખો. એક નોનસ્ટિક તવાને ગરમ કરી તેની ઉપર એક મોટા ચમચા વડે ખીરું રેડીને ગોળાકારમાં ફેરવી ઢોંસો તૈયાર કરો. ઢોંસાને રાંધતી વખતે જરૂર લાગે તો કિનારી ઉપર થોડું તેલ રેડો. ધીમા તાપ પર ઢોંસાની બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. આ રીતે બીજા ઢોંસા તૈયાર કરો અને ગરમ ગરમ જ દહીં અને મગફળીની ચટણી સાથે પીરસો.