સામગ્રી: સામો (મોરૈયો) - અડધો કપ • સાબુદાણા - ૨ ચમચી • દહીં - ૧ ચમચી • આદું પેસ્ટ - અડધી ચમચી • મરી પાઉડર - અડધી ચમચી • જીરું - ૧ ચમચી • કોથમીર - અડધી ચમચી • તેલ - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ • લીમડાનાં પાન - ૪થી ૫
રીત: સામો (મોરૈયો) અને સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરી લો. તેમાં ખાટું દહીં નાખીને અને દસેક મિનિટ સાઈડમાં રાખો. હવે આદુંની પેસ્ટ અને મીઠું ઉમેરીને બધું યોગ્ય ફીણો. ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવીને તૈયાર કરેલું ખીરું થાળીમાં પાથરી ઉપર મરી પાઉડર ભભરાવો. ધીમા ગેસ પર ઢોકળાંને દસથી પંદર મિનિટ ચડવા દો. હવે વઘારીયામાં એક ચમચી તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે જીરું અને લીમડાનાં પાનનો વઘાર તૈયાર કરીને ઢોકળા પર રેડવો. કોથમીરથી સજાવીને કાપા પાડીને ગરમ ગરમ સર્વ કરો.