ફરાળી થાલીપીઠ

Monday 12th October 2020 05:37 EDT
 
 

સામગ્રી: રાજગરાનો લોટ - અડધો કપ • કાચા બટાટા (છોલીને છીણેલા) - અડધો કપ • શેકેલા સિંગદાણાનો ભૂક્કો - ૨ ટેબલસ્પૂન • લીલા મરચાની પેસ્ટ - ૧ ટીસ્પૂન • લીંબુનો રસ - અડધી ચમચી

રીતઃ એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓને ભેગી કરી તેમાં આશરે ૩ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવીને નરમ સુંવાળી કણક તૈયાર કરો. હવે કણકના ૪ ચાર સરખા ભાગ પાડી બાજુ પર રાખો. એક નોનસ્ટિક તવાને ગરમ કરી તેની પર થોડું ઘી ચોપડી લો. તે પછી તમારા હાથની આંગળીઓ પર પણ થોડું ઘી લગાડી કણકનો એક ભાગ તવા પર મૂકી તમારી આંગળીઓ વડે તેને દબાવતા જઈ ૪ ઈંચનો ગોળાકાર તૈયાર કરો. આ થાલીપીઠને થોડા ઘી વડે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન જેવું દેખાય ત્યાં સુધી શેકી લો. આ રીતે બીજી થાલીપીઠ તૈયાર કરો અને લીલી ચટણી સાથે પીરસો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter