સામગ્રી: છીણેલી દૂધી - ૧ કપ • રાજગરાનો લોટ - ૧ કપ • લીલાં મરચાંની પેસ્ટ - ૧ ચમચી • મીઠું - સ્વાદ અનુસાર • કોથમીર - પા કપ • મરચાં ૬-૭ નંગ
(મરચાંમાં સ્ટફિંગ માટે) અધકચરાં ક્રશ કરેલાં સિંગદાણા - ૩ ચમચી • શેકેલા તલ - ૩ ચમચી • કોપરાની છીણ - ૨ ચમચી
• આમચૂર પાવડર - ૧ ચમચી • ખાંડ - ૧ ચમચી • સિંધાલૂણ - જરૂર મુજબ • બાફેલાં બટાકા - ૨ નંગ • તેલ - ૧ ચમચી • જીરું - ૧ ચમચી • લીમડો - ૫થી ૬ પાન
રીત: બધી સામગ્રી મિક્સ કરીને થેપલાંનો લોટ બાંધી લો. ત્યારબાદ રાજગરાનો લોટ અટામણમાં લઈને થેપલાં વણી લો. ઘી અથવા તો તેલ વડે બંને સાઇડ સરસ શેકી લો. તમારા દૂધીનાં ફરાળી થેપલાં તૈયાર છે. સ્વાદિષ્ટ ફરાળી મરચાં બનાવવા માટે મરચાંને ધોઈને વચ્ચે કાપો પાડી અને બીયાં કાઢી લો. તલ અને મગફળીને શેકીને મિક્સરમાં ક્રશ કરી લો. બટાકાને સ્મેશ કરીને તેમાં તલ - મગફળીનો ભૂકો ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરો લો. પૂરણને મરચાંમાં ભરી દો. પેનમાં તેલ મૂકીને જીરું, લીમડાનો વધાર કરો અને મરચાંને વધારી દો. આ ફરાળી મરચાં ફરાળી થેપલાં અને પૂરી સાથે સરસ લાગે છે.