આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: રાજગરાનો લોટ - 1 કપ • થીજેલું ઘી - 1 કપ • બૂરું ખાંડ - 1 કપ • સૂકા કોપરાની છીણ - અડધો કપ • મિક્સ ડ્રાયફ્રૂટ પાઉડર - પા કપ • ઈલાયચી પાઉડર - 1 ચમચી • બદામ - ગાર્નિશિંગ માટે
રીત: સૌપ્રથમ બધી સામગ્રી એકઠી કરી લો. લોટ, ઘી વગેરે રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. મિક્સિંગ બાઉલમાં ઘી અને બૂરું ખાંડને 5થી 10 મિનિટ સુધી ફેંટો. તેનો રંગ એકદમ સફેદ થઈ જશે. ઓવનને દસ મિનિટ પ્રિ-હિટ કરી લો. બદામના બે ફાડા કરી લો. હવે રાજગરાનો લોટ, ડ્રાયફ્રૂટ પાઉડર, ઈલાયચી પાઉડર અને સૂકા કોપરાની છીણને ફેંટેલા મિશ્રણમાં મિક્સ કરી લો. સરસ લોટ બંધાઈ જાય એટલે મીડિયમ સાઈઝના ગોળા વાળી બટર પેપર મૂકી ઓવનની ટ્રે માં ગોઠવો. દરેક નાનખટાઈ વચ્ચે અંતર રાખવું. તેની ઉપર બદામની સ્લાઈસને થોડી પ્રેસ કરીને મૂકો. આશરે 20થી 25 મિનિટ બેક કરવાની છે. તૈયાર થયેલી નાનખટાઈમાં થોડી તિરાડ પડી જશે ને રંગ બદામી થઈ જશે. ઉપરાંત રાજગરાના લોટની સુગંધથી તમને ખબર પડી જશે કે નાનખટાઈ સરસ બેક થઈ ગઈ છે. ટ્રેને બહાર કાઢી ઠંડી થવા દો. નરમ અને મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવી નાનખટાઈ તૈયાર છે. આ નાનખટાઈ કન્ટેનરમાં ભરી લો.