સામગ્રીઃ દૂધ – અડધો લીટર • છીણેલું પનીર - ૨ કપ • ખાંડ – અડધો કપ • ઇલાયચી પાવડર - ૧ ચમચી • કાજુ પાવડર – ૧ ચમચી • બારીક સમારેલી બદામ - અડધી ચમચી • બારીક સમારેલા પિસ્તા - અડધી ચમચી
રીતઃ એક નોનસ્ટીક પેનમાં દૂધ અને પનીરને મિક્સ કરીને ૮થી ૧૦ મિનિટ માટે ઉકાળો. હવે એમાં ખાંડ ઉમેરીને સતત હલાવતા રહો. કાજુ અને ઇલાયચી પાવડર ઉમેરીને ૪થી ૬ મિનિટ માટે ચડવા દો. ગેસ બંધ કરીને ખીરને ઠંડી થવા દો. ખીરને બદામ અને પિસ્તાથી સજાવીને બેથી ત્રણ કલાક ફ્રીજમાં મૂકી દો. ઠંડી ખીરને રાજગરાની પૂરી અને સુકી ભાજી સાથે માણો.