સામગ્રીઃ બાફેલા બટાકા - ૪ નંગ • આરા લોટ – ૨ મોટી ચમચી • તેલ તળવા માટે
(પુરણ માટે) છીણેલું લીલું નારિયેળ - પોણો કપ • શેકેલા સિંગદાણાનો ભૂકો - ૧ કપ • કિસમીસ - ૧ ચમચી • લીલાં મરચાંની પેસ્ટ – ૧ ચમચી • મરી પાવડર – ૧ ચમચી • બૂરું ખાંડ - ૨ ચમચી • લીંબુનો રસ – ૨ ચમચી • મીઠું - સ્વાદ મુજબ
રીતઃ બાફેલા બટાકાને મસળીને તેમાં આરા લોટ તથા જરૂરિયાત મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો અને બાજુ પર મૂકી રાખો. ઊંડા વાસણમાં પુરણ માટેની બધી સામગ્રી મિક્સ કરો. બટાકાના મિશ્રણને હથેળી વડે દબાવીને પૂરીનો ગોળ આકાર આપી મધ્યમાં પૂરણ ભરી લીસ્સા ગોળ વાળો. મધ્યમ તાપ પર હળવા સોનેરી રંગના તળી લો અને ખજૂરની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.