સામગ્રીઃ બટાકા - 5 નંગ • આરારૂટ - 2 ચમચી • નાળિયેરની છીણ - પા કપ • અધકચરાં શિંગદાણા - અડધો કપ • કિસમિસ - 2 ચમચી • આદું-મરચાંની પેસ્ટ - 2 ચમચી • મરી પાઉડર - 1 ચમચી • શેકેલું જીરું પાઉડર - 1 ચમચી • લીંબુનો રસ - 1 ચમચી • દળેલી ખાંડ - 1 ચમચી • સિંધાલૂણ - જરૂર મુજબ • તેલ - તળવા માટે
રીતઃ બટેટાને બાફીને માવો કરી લો. તેમાં આરારૂટ અને સિંધાલૂણ ઉમેરો. હવે એક બાઉલમાં નાળિયેરની છીણ, શિંગદાણા અને કિસમિસ મિક્સ કરો. તેમાં જરૂર મુજબ સિંધાલૂણ, આદું-મરચાંની પેસ્ટ, મરી પાઉડર, લીંબુનો રસ અને ખાંડ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો. બટાકાના માવાને હાથમાં લઇને પુરી જેવો ગોળ આકાર આપી વચ્ચે સ્ટફિંગ ભરીને ગોળા વાળી લો. આ રીતે બધી પેટીસ તૈયાર કરી લો. કડાઈમાં તેલ મૂકી બધી પેટીસ તળી લો. ગરમાગરમ પેટીસને કોથમીરની ફરાળી ચટણી સાથે પિરસો.