સામગ્રીઃ ૪ કલાક પલાળેલા સાબુદાણા અડધો કપ • (બાફેલા) કાચા કેળાં ૧ નંગ • લીલું મરચું ૧ નંગ સમારેલું • ટોમેટો સોસ ૧ ટેબલ સ્પૂન • ફરાળી લોટ અડધો કપ • મીઠું ટેસ્ટ પ્રમાણે • મરી ૧ ટીસ્પૂન • દળેલી ખાંડ અડધી ટેબલ સ્પૂન • લીંબુ રસ અડધો ટેબલ સ્પૂન • કોથમીર ૧ ટેબલ સ્પૂન • તીખો ફરાળી ચોવડો અડધો કપ • દાડમના દાણા પા કપ • ઘી / તેલ ૧ ટેસ્પૂન • કોથમીરની ચટણી ૧ ટેસ્પૂન
રીત: સૌથી પહેલા ફરાળી લોટમાં સ્વાદ મુજબ મીઠું, અડધી ટેબલ સ્પૂન તેલ અથવા ઘી ઉમેરીને મીક્સ કરો અને જરૂર મુજબ પાણી લઇ રોટલીની કણક બાંધી ઢાંકીને રાખો. હવે એક પેનમાં ઘી/તેલ ગરમ મુકી દો. હવે તેમાં લીલા મરચાં એકદમ બારીક સમારીને ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલા કાચા કેળાંને છીણી લો. હવે પલાળેલાં સાબુદાણા ઉમેરો. બરાબર મીક્સ કરીને તેમાં મીઠું, મરી પાવડર, લીંબુનો રસ, દળેલી ખાંડ ઉમેરો. ગેસ બંધ કર્યા પછી તેમાં તીખો ફરાળી ચેવડો અને દાડમ ઉમેરી હલાવો અને આ સ્ટફીંગને બાઉલમાં લઇ લો. હવે ફરાળી લોટમાંથી રોટલી વણીને પેનમાં શેકી લો. બન્ને સાઇડ ઘી લગાવીને શેકો અને પ્લેટમાં લઇ લો. હવે રોટલી પર ગ્રીન ચટણી લગાવીને ઉપરનું સ્ટફીંગ ભરી ટુથપીક લગાવી ફ્રેન્કી તૈયાર કરો. ગરમાગરમ ફરાળી ફ્રેન્કી સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.