સામગ્રીઃ કાચા સિંગદાણા - પા કપ • લીલાં કોપરાંની છીણ - પા કપ • સમારેલી કોથમીર – પા કપ • તેલ – ૨ ચમચી • જીરું - ૧ ચમચી • સમારેલા બાફેલાં બટાકા - પોણો કપ • લાલ મરચું - અડધી ચમચી • સિંધાલૂણ – સ્વાદ અનુસાર • ફરાળી ચેવડો - ઉપર ભભરાવા માટે
રીતઃ સિંગદાણા, લીલાં કોપરાંની છીણ અને કોથમીરમાં આશરે ૪ ચમચી જેટલું પાણી ઉમેરીને મીક્સરમાં તેની પેસ્ટ બનાવો. કડાઈમાં તેલ મૂકીને તેમાં જીરું સાંતળો અને એમાં સમારેલાં બાફેલા બટાકા ઉમેરો. બટાકાને ત્રણેક મિનિટ સાંતળો. સિંગદાણા અને લીલા કોપરાંની છીણની પેસ્ટ ઉમેરો. પછી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ સિંધાલૂણ અને ૧ કપ જેટલું ગરમ પાણી ઉમેરી ચડવા દો. સર્વિંગ બાઉલ અડધો ભરો અને ઉપર ફરાળી ચેવડો ભભરાવો. ફરી ઉપર બીજું લેયર કરો અને ફરાળી ચેવડો તથા સમારેલી કોથમીર ભભરાવીને તરત જ સર્વ કરો.