સામગ્રી: એક કપ બાફીને છૂંદેલો બટાકો • અડધો કપ શેકેલા શીંગદાણાનો ભુક્કો • એક કપ રાજગરાનો લોટ • એક કપ દહીંમાં પલાળેલા સાબુદાણા • એક ચમચી ક્રશ લીલાં મરચાં અને આદુંની પેસ્ટ • અડધી ચમચી તલ • અડધી ચમચી જીરું • એક ચમચી લાલ મરચાંનો ભુકો • ખાંડ સ્વાદ અનુસાર • મીઠું સ્વાદ અનુસાર • વઘાર માટે તેલ • સજાવટ માટે સમારેલી કોથમીર
રીત: બટાટાને બાફીને છીણી લો પછી તેમાં દહીંમાં પલાળેલા સાબુદાણા, રાજગરાનો લોટ અને સિંગદાણાનો ભુક્કો ઉમેરો. હવે તેમાં મીઠું, આદું-મરચાંની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેયાર થયેલા લોટને મૂઠિયાંનો આકાર આપીને જાળીવાળી ડિશ પર તેલ લગાવીને ૧૫ મિનિટ ગરમ પાણીની વરાળમાં ચડવા મૂકો. મૂઠિયાં બફાઈ જાય અને ઠંડા થાય પછી એક પેનમાં તેલ મૂકીને એમાં લાલ મરચું, જીરું અને તલ નાખી વઘારો. ઉપર કોથમીરનું ગાર્નિશિંગ કરીને ગરમાગરમ પીરસો.