આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: સિંગદાણા - 1 કપ • સૂકા કોપરાની છીણ - 1 કપ • કાતરેલો ગોળ - 1 કપ • ઘી - 2 ચમચી • કિસમિસ - 4 ચમચી • બદામ કતરણ - 4 ચમચી
• ઈલાયચી પાઉડર - અડધી ચમચી
રીત: સિંગદાણાને એક વાસણમાં લઈ ધીમા તાપે શેકી લો. સિંગદાણા શેકાય એટલે મસળીને તેના ફોતરાં કાઢી નાખવા. મિક્સરમાં ક્રશ કરીને પાઉડર બનાવી લો. હવે એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો. સામગ્રીને સારી રીતે મસળીને મિશ્રણ તૈયાર કરી તેના નાનાં નાનાં લાડુ બનાવી લો. એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ લાડુ મહિના સુધી ખરાબ થતા નથી.