આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: સીંગદાણા - 2 કપ • ગોળ-1 કપ • સૂકા કોપરાંની છીણ - 1 કપ • ઘી - 1 કપ • ખજૂર - અડધો કપ • મિલ્ક પાઉડર - 1 કપ • ખાવાનો ગુંદર - 4 ચમચી
રીત: સીંગદાણાને સારી રીતે શેકી એક બાઉલમાં ઠંડાં પડવા દો. તેના ફોતરાં દૂર કરી મિક્સરમાં ક્રશ કરી લો. કડાઈમાં કોપરાંની છીણને થોડી બદામી થાય ત્યાં સુધી શેકી ક્રશ કરી લો. ખજૂરને પણ મિક્સરમાં ચર્ન કરી લો. ગોળને ઝીણો કાતરી લો. હવે કડાઈમાં ઘી ગરમ મૂકો. ગરમ ઘીમાં ગુંદરને તળી પ્લેટમાં લઈ લો. ગુંદરને પણ ક્રશ કરી લો. હવે એ જ કડાઈમાં ગોળ ઉમેરો. ગોળ નરમ થાય એટલે તેમાં ખજૂર મિક્સ કરો. ત્યારબાદ સીંગદાણા પાઉડર, મિલ્ક પાઉડર, ક્રશ કોપરું અને ગુંદર પાઉડર મિક્સ કરો. બધું સારી રીતે હલાવતા મિક્સ કરો. સુખડીનું મિશ્રણ લચકા પડતું થાય એટલે ગ્રીસ કરેલી થાળીમાં પાથરો. વાડકી વડે થોડું દબાણ આપી પાથરી લો. કાપા પાડી થાળીને ઠંડી પડવા દો. સુખડી ઠંડી પડ્યે ડબ્બામાં સ્ટોર કરી લો.