સામગ્રીઃ ૧ લિટર દૂધ • ૨૦૦ ગ્રામ ખાંડ (દળેલી) • ૧ ટેબલસ્પૂન રાજગરાનો લોટ • ૧ ટેબલસ્પૂન શિંગોડાનો લોટ • ૧ ટીસ્પૂન ગુંદરનો ભૂકો • ૩ ટેબલસ્પૂન ઘી • ૧ ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી • ૧ ટેબલસ્પૂન ચારોળી • ૧ ટીસ્પૂન એલચીનો ભૂકો • ૧/૨ ટીસ્પૂન જાયફળનો ભૂકો • ચાંદીનો વરખ • લીંબુના ફૂલ
રીતઃ એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળે એટલે તેમાં લીંબુનાં ફૂલ થોડા પાણીમાં મિક્સ કરીને નાંખો. દૂધ ફાટી જશે. ઘીને ગરમ કરો અને તેમાં રાજગરાનો અને શિંગોડાનો લોટ નાંખીને શેકવો. અંદર ગુંદરનો ભૂકો નાંખો. બધું શેકાય એટલે તેને ફાટેલા દૂધમાં નાંખીને હલાવ્યા કરવું. એક પેનમાં દળેલી ખાંડ નાંખીને, ધીમા તાપે શેકો. ખાંડ બદામી રંગની થાય એટલે દૂધમાં નાંખો. તેમાં બદામની કતરી, ચારોળી, એલચી અને જાયફળનો ભૂકો નાંખો. મિશ્રણ ગોળો વળે તેવું ઘટ્ટ થાય એટલે બર્નર પરથી ઉતારી લો. થોડુંક ઠંડુ પડે એટલે ગોળ પેંડા જેવા હલવાસન વાળવા. ઉપર ચાંદીના વરખ લગાડો.