આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: સામો - 1 કપ • સાબુદાણા - અડધો કપ • છીણેલી દૂધી - અડધો કપ • બાફેલું અને છીણેલું બટાકુ - 1 નંગ • દહીં - અડધો કપ • તજ-લવિંગ પાઉડર - પા ચમચી • મરી પાઉડર - પા ચમચી • આદું-મરચાંની પેસ્ટ - 1 ચમચી • લીંબુનો રસ - 2 ચમચી • સમારેલી કોથમીર - પા કપ • ઈનો - 1 ચમચી • સિંધાલુણ - જરૂર મુજબ • વઘાર માટે: ઘી કે તેલ - 2 ચમચી, જીરું - 1 ચમચી, તલ - 1 ચમચી, સૂકા લાલ મરચાં - 2 નંગ, લીમડાનાં પાન - 8થી 10
રીત: સામા અને સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરી પાઉડર કરી લો. એક બાઉલમાં આ પાઉડરમાં દહીં મિક્સ કરી અડધો કલાક ઢાંકીને રહેવા દો. હવે તેમાં ઉપર જણાવેલી (વઘાર સિવાયની) બધી સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી અને ઈનો મિક્સ કરી હાંડવાનું ખીરું તૈયાર કરો. હવે નોનસ્ટિક પેનમાં ઘી કે તેલ ગરમ મૂકી જીરું, તલ, સૂકા લાલ મરચાં અને લીમડાનો વઘાર કરો. તેમાં તૈયાર ખીરું રેડી દો અને ઢાંકીને પાંચથી સાત મિનિટ થવા દો. ત્યારબાદ સાઈડ પલટાવી બીજી સાઈડ શેકો. બંને સાઈડ ક્રિસ્પી થાય એટલે હાંડવાને સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીર-ફુદીનાની ફરાળી ચટણી સાથે સર્વ કરો.