ફાડા-બ્રાઉન રાઈસ પુલાવ

Wednesday 04th May 2016 07:09 EDT
 
 

સામગ્રીઃ ૧ નાની વાટકી ઘઉંનાં ફાડાં • અડધી વાટકી વાટકી-બ્રાઉન રાઈસ • ફોલેલાં વટાણાં, ગાજરના નાના કટકા તથા ઝીણી સમારેલી ફણસી - દરેક ૨ ટેબલ સ્પૂન • મીઠું - ૧ ટી સ્પૂન • ૨ ટુકડા તજ, ૩ લવિંગ, ૧ ટી. સ્પૂન તલ • ૨ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર • મીઠા લીમડાનાં થોડાં પાન • ચપટીક હીંગ • ૨ ટી સ્પૂન ઓગળેલું ઘી • સ્વાદ અનુસાર વાટેલાં આદું-મરચાં

રીતઃ પેનમાં ૧ ટી સ્પૂન ઘી ગરમ કરીને ઘઉંનાં ફાડાં શેકવાં. તેમાં ધોયેલા ચોખા ઉમેરો. થોડુંક શેકાવા દઈને બર્નર પરથી ઉતારી લો. તેમાં ૨ વાટકી ગરમ પાણી ઉમેરો અને ૨ કલાક ઢાંકીને રાખી મૂકો. વટાણાં, ગાજર, ફણસીમાં થોડુંક પાણી નાખીને અધકચરા બાફવાં. ફાડાં તથા ચોખાને પ્રેશરકૂક કરવાં. (૪થી ૫ વ્હિસલ). ૧ ટી સ્પૂન ઘી ગરમ મૂકીને તજ, લવિંગ, તલ, મીઠો લીમડો તથા હીંગ નાખીને બાફેલા વેજિટેબલ્સ વઘારવાં. થોડી વાર બાદ તેમાં ફાડાં-ચોખા ઉમેરવાં. મીઠું, આદું-મરચાં નાખીને થોડું પાણી છાંટીને સાચવીને હલાવો. ધીરે તાપે થોડી વાર રાખ્યા બાદ બાઉલમાં કાઢીને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો. શેકેલાં જીરુંનો ભૂકો ભભરાવેલાં દહીં સાથે સર્વ કરો.

નોંધઃ ડાંગરને છડીને આ રાઇસ તૈયાર કરવામાં આવતા હોવાથી તેનો રંગ બ્રાઉન હોય છે. ચોખાનાં પોષક તત્ત્વો તેમાં જળવાઈ રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter