સામગ્રીઃ ૭૫૦ ગ્રામ ચણાનો લોટ • ૨૫૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ (લાડુનો લોટ) • ૩૫૦ ગ્રામ તેલ (મોણ માટે) • ૧૨૫ ગ્રામ ખાંડ • ૧૦૦ ગ્રામ લીલાં મરચાં • ૩૦૦ ગ્રામ દૂધી • ૧/૨ ટી સ્પૂન સોડા • મીઠું, હળદર, મરચું, તેલ, પ્રમાણસર
રીતઃ ચણાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, હળદર, મરચું, ખાંડ અને સોડા નાંખીને લોટ મિક્સ કરો. તેમાં દૂધીની છીણ અને મરચાંના બારીક ટુકડા નાંખીને ખૂબ મસળો. પછી તેમાં તેલનું મોણ નાંખીને, મસળીને કઠણ કણક બાંધો. બરાબર ફીણીને તેમાં થોડું પાણી નાંખો. આ ખીરું બહુ પાતળું કરવું નહીં. ભજિયાના ખીરાં કરતાં કઠણ રાખવું. આ પછી પેનમાં તેલ ગરમ થાય એટલે પાણીનો હાથ લઈ ગોટા તૈયાર કરી તળી લેવાં. પીરસતી વખતે તેલ ગરમ કરીને ફરી ગોટા તળવાથી (ડબલ ફ્રાય) વધારે સ્વાદિષ્ટ લાગે છે.