સામગ્રી: • ફોતરા પાપડીના ફોલેલા દાણા અડધો બાઉલ • લીલું લસણ અડધો બાઉલ • કાળા લાંબા રીંગણ કાપેલા 1 બાઉલ • હળદર 1 ચમચી • સિંધવ મીઠું 1 ચમચી • હીંગ ચપટી • રાઇ 1 ચમચી • અજમો 1 ચમચી • સિંગતેલ ૩ મોટી ચમચી • સુકું લસણ ક્રશ કરેલું • આદુ 1 નાનો ટુકડો ક્રશ કરેલો • લીલા મરચાં 4
રીત: સૌપ્રથમ પેનમાં તેલ મુકીને રાઇ નાંખવી. ત્યારબાદ હીંગ અને પછી હળદર ઉમેરવી. આ પછી આદું, સૂકું લસણ અને લીલા મરચાં ઉમેરવા. ત્યાર બાદ લીલવાના દાણા ઉમેરવા. પછી અજમો મસળીને નાખવો અને પછી મીઠું ઉમેરવું. બે મિનિટ ચઢે, પછી રીંગણ અને લીલું લસણ ઉમેરવું. શાક ચઢી જાય એટલે સર્વ કરવું.
રોટલા માટે: • ૧ બાઉલ - બાજરીનો લોટ • પાણી - જરૂર મુજબ • મીઠું સ્વાદ અનુસાર.
બાજરીના લોટમાં મીઠું અને પાણી ઉમેરીને ખુબ મસળી લુઓ લઇને રોટલા બનાવવા અને કલાડીમાં ચઢવી લેવા.
જેરીયા માટે: એક ચઢવેલો રોટલો લઇને તેમાં ઘી નાંખી મસળી લેવો. ત્યારબાદ કાપેલો ઝીણો ગોળ ઉમેરીને ખુબ મસળી લેવું.