ફ્રેશ કિવી આઈસ્ક્રીમ

Wednesday 20th May 2015 03:26 EDT
 
 

સામગ્રીઃ કિવી ૫-૬ નંગ (સમારેલા) • દૂધ ૧ લીટર • ખાંડ ૧ કપ • મિલ્ક પાવડર ૧/૨ કપ • પીસ્તા કતરણ ૨ ટેબલ સ્પૂન

રીતઃ પેનમાં દૂધને બરાબર ઉકાળો. લગભગ ૧૫-૨૦ મિનિટ ઉકળ્યા બાદ દૂધ અડધા ભાગનું થશે. આ પછી કિવીના ટુકડાની મિક્સીમાં પ્યુરી બનાવો. કિવીની પ્યુરીને ઉકળતા દૂધમાં નાંખીને સતત હલાવતા રહેવું. ૧૨-૧૫ મિનિટ હલાવ્યા બાદ ઠંડુ પડવા દેવું. હવે ૨ ચમચી જેટલું દૂધ લઈને મિલ્ક પાવડરમાં નાંખો અને એકદમ હલાવો. આ પેસ્ટને કિવી-દૂધના મિશ્રણમાં નાંખો. બર્નર બંધ કરો. પછી પણ સતત હલાવતા રહેવું. મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે પછી એર-ટાઈટ કન્ટેનરમાં ભરી, ઉપર પીસ્તા કતરણ નાંખીને ફ્રીઝરમાં ૧૨ કલાક માટે સેટ થવા દો. સેટ થયા બાદ કિવીની સ્લાઈઝ સાથે સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter