સામગ્રી: બટાકા ૨૫૦ ગ્રામ • માવો ૨૫૦ ગ્રામ • ખાંડ ૫૦૦ ગ્રામ • છીણેલું સૂકુ કોપરુ જરૂરત અનુસાર • ચાંદીના વરખ જરૂર પ્રમાણે • એલચી ૧૦ નંગ • કિશમીશ પ્રમાણસર • સજાવટ માટે બદામ અને પિસ્તાની ચીરી - જરૂરત અનુસાર
રીતઃ બટાકાને છોલીને છીણી નાંખો. એક કડાઈમાં ઘી ગરમ કરી એમાં આ છીણ સાંતળી લો. ખાંડને પાણી સાથે બર્નર પર મૂકીને જાડી ચાસણી તૈયાર કરો. આ ચાસણીમાં બટાકાનું પૂરણ, માવો, કિશમિશ, સૂકા કોપરાની છીણ નાખીને સતત હલાવતા રહો. જ્યારે બધું મિશ્રણ એક રસ થાય ત્યારે એક થાળીમાં ઘીવાળો હાથ ફેરવીને તેમાં આ મિશ્રણ પાથરો. તેના ઉપર ચાંદીનો વરખ લગાવી સજાવટ કરો. ઉપર બદામ-પિસ્તાના ટૂકડાં તેમ એલચીનો ભૂક્કો ભભરાવો. તમારી પસંદ પ્રમાણે એનાં કટકાં કાપી લો. જરૂરત પ્રમાણે ડીશમાં મૂકી મહેમાનોને પીરસો.