સામગ્રીઃ બે બટાટા • એક શક્કરિયું • એક ચમચો ઘી • પા ચમચી એલચીનો પાઉડર • ૬-૮ બારીક સમારેલા પિસ્તા • એક ચમચો બારીક સમારેલી બદામ • એક ચમચો કિસમિસ • એક કપ ખમણેલો માવો • અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક
સજાવટ માટેઃ પિસ્તાની ૩-૪ સ્લાઇસ, બદામની ૩-૪ સ્લાઇસ, એક ચમચી કિસમિસ
રીતઃ બટાટા અને શક્કરિયાની છાલ કાઢીને ખમણી લો. એક કડાઈમાં ઘી ગરમ કરો. એમાં બટાટા અને શક્કરિયાને ૧૦-૧૫ મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં એલચીનો ભૂકો, સમારેલા પિસ્તા, બદામ અને કિસમિસ ઉમેરીને હલાવો. મિશ્રણને ૨-૩ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ એમાં માવો ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી મિક્સ કરો. મિશ્રણ જાડું થાય ત્યાં સુધી હલાવતા રહો. એક થાળીમાં ઘી લગાવીને બરફીના મિશ્રણને એમાં પાથરી દો. એને બદામ, પિસ્તાની સ્લાઇસ તેમજ કિસમિસથી સજાવો. મિશ્રણ ઠંડું થાય એટલે મનગમતા આકારમાં કાપીને પીરસો.