સામગ્રી: ઘઉંનો લોટ - ૨ કપ • અડદનો લોટ - પા કપ • ખસખસ - અડધો કપ • સૂકા કોપરાની છીણ - ૧ કપ • ખારેક પાઉડર - ૧ કપ • બદામ પાઉડર - ૧ કપ • ઘી ૨૦૦ ગ્રામ • ગોળ ૨૦૦ ગ્રામ • દૂધ - અડધો કપ • બત્રીસુ પાઉડર ૧ કપ
રીતઃ એક ઊંડા પેનમાં ૨ ચમચી ઘી ગરમ કરીને તેમાં અડદનો લોટ બ્રાઉન થાય તેવો શેકી લો. તેમાં દૂધ ઉમેરીને એકદમ દાણાદાર થાય એટલે બાઉલમાં લઈ લો. હવે પેનમાં ઘી-ગોળ ગરમ કરો. ૧૦ મિનિટ મીડિયમ આંચ પર રાખીને તેમાં ઘઉંનો લોટ, અડદનો શેકેલો લોટ, ખસખસ, કોપરાની છીણ, ખારેક પાઉડર, બદામ પાઉડર ધીમી ધીમે ઉમેરો અને હલાવતા રહો. સૌથી છેલ્લે બત્રીસુ પાઉડર ઉમેરીને પ્લેટમાં થાબડી દો. થોડુંક ગરમ હોય ત્યારે જ કાપા કરી લો. ઠંડુ પડ્યા બાદ બત્રીસુ પાક પ્લેટમાં લઈ સર્વ કરો.