સામગ્રીઃ ૧૭૫ ગ્રામ બદામ • બે ચમચી બટર • દોઢ ચમચી મેંદો • એક ચમચો દૂધ • અડધી ચમચી સાકર • મીઠું અને મરી સ્વાદ પ્રમાણે • દોઢ ચમચો ફ્રેશ ક્રીમ
રીતઃ બદામને ૧૦-૧૫ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળો. ત્યાર બાદ નિતારીને એની છાલ કાઢી લો. ૧૦-૧૨ બદામના બે ભાગમાં ફાડા કરીને ગાર્નિશિંગ માટે અલગ રાખો. હવે બાકીની બદામને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો અને અલગ રાખો. હવે એક પેનમાં બટરને ગરમ કરો. બટર ગરમ થાય એટલે મેંદો ઉમેરીને એક મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ દૂધ ઉમેરીને સતત હલાવતા રહો. દૂધ ઊકળવા લાગે એટલે એમાં સાકર, મીઠું અને મરી ઉમેરી બરાબર મિક્સ કરો. ધીમા તાપે પાંચ મિનિટ સુધી ચડવા દો. ત્યાર બાદ તૈયાર કરેલી બદામની પેસ્ટ અને બે કપ પાણી ઉમેરી હલાવો. ૧૦-૧૫ મિનિટ સુધી ઊકળવા દો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે સ્લાઇસ કરેલી બદામ ભભરાવી હલાવો. સર્વ કરવા માટે બાઉલમાં કાઢીને ઉપરથી ફ્રેશ ક્રીમ રેડો અને સર્વ કરો.