આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: બદામ - 2 કપ • દૂધ - 1 કપ • ઘી - 3 ચમચી • ખાંડ - 1 કપ • કેસર - ચપટીક • ઈલાયચી પાઉડર - અડધી ચમચી
રીત: બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે બદામની છાલ કાઢીને મિક્સરમાં બે ચમચી દૂધ સાથે તેને ક્રશ કરો. હવે પેનમાં ઘી ગરમ મૂકો. ઘી ગરમ થાય એટલે બદામની પેસ્ટને તેમાં સાંતળો. થોડો રંગ બદલાય એટલે તેમાં દૂધ, ખાંડ, ઈલાયચી પાઉડર અને કેસર હળવે હળવે ઉમેરો. આશરે દસ મિનિટ સુધી ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી હલવાને શેકવાનો છે. ગરમગરમ હલવો લચકા જેવો ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.