સામગ્રીઃ ૧ કપ સ્લાઈસ કરેલા કેળાં • અડધો કપ સફરજનનાં ટુકડાં • પા કપ ફાડા ઘઉં - ધોઈને નીતારેલા • પા કપ ક્વિક કુકીંગ રોલ્ડ ઓટ્સ • ૨ કપ લો-ફેટ દૂધ • ૨ ટીસ્પૂન લો-ફેટ માખણ • ૧ ટેબલસ્પૂન દળેલી સાકર • પા ટી સ્પૂન તજ પાવડર
રીતઃ એક પ્રેશર કૂકરમાં માખણ ગરમ કરો અને તેમાં ફાડા ઘઉં ઉમેરીને તેને ધીમા તાપ પર ૧ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ઓટ્સ ઉમેરીને ધીમા તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો. હવે તેમાં દૂધ અને ૧ કપ પાણી ઉમેરો અને પ્રેશર કૂકરની બે સીટી સુધી રાંધી લો. પ્રેશર કૂકરનું ઢાંકણું ખોલતાં પહેલાં તેની વરાળ નીકળી જવા દો. હવે તેમાં સાકર અને તજનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને ઠંડું પડવા દો. ઓછામાં ઓછું ૧ કલાક રેફ્રીજરેટરમાં રાખો. પીરસવાના તુરંત પહેલા કેળાં અને સફરજ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.