સામગ્રીઃ પાકાં કેળાં - ૨ નંગ • બૂરું ખાંડ – અડધી વાટકી • ઘઉંનો લોટ – દોઢ કપ • એલચી પાવડર – અડધી ચમચી • દૂધ – ૨ કપ • ઈનો - અડધી ચમચી • ગાર્નિશિંગ માટે - ચોકલેટ સોસ અને ચોકલેટ ચિપ્સ
રીતઃ કેળાંને મસળી તેમાં બૂરું ખાંડ, ઘઉંનો લોટ, એલચી પાવડર અને થોડું દૂધ નાંખીને મિક્સ કરતા જાઓ. મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. હવે પેનકેક બનાવતાં સમયે ઈનો ઉમેરીને ઝડપથી મિક્સ કરો. નોનસ્ટિકને ગરમ કરવા મૂકો. મધ્યમ તાપ રાખો. ખીરું પાથરો અને એક બાજુ શેકાય એટલે ધીરેથી પલટાવો. બંને બાજુ બરાબર શેકાય એટલે પ્લેટમાં લઈને ચોકલેટ સોસ તથા ચોકલેટ ચિપ્સથી સજાવો. સ્વાદિષ્ટ બનાના પેનકેક તૈયાર છે.