બનાના વોલનટ બ્રેડ લોફ

Saturday 23rd January 2021 04:56 EST
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ મસળેલાં કેળાં - અડધો કપ • સમારેલાં અખરોટ – અડધો કપ • બૂરું ખાંડ – પાંચ ચમચી • પીગળેલું માખણ – પા કપ • મેંદો - પોણો કપ • બેકિંગ સોડા - પોણી ચમચી • દૂધ – પા કપ
રીતઃ એક પહોળાં વાસણમાં મસળેલાં કેળાં, પીગળેલું માખણ તથા ખાંડને લો. ઈલેક્ટ્રિક બીટરની મદદથી મધ્યમ સ્પીડમાં ૧ મિનિટ માટે ફેરવી લો. હવે તેમાં મેંદો, બેકિંગ સોડા અને દૂધ ઉમેરીને ફરી એક મિનિટ માટે બીટર ફેરવી લો. હવે તેમાં અખરોટના ટુકડા ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે એક બેકિંગ ટીનને બટર વડે ગ્રીસ કરો અને મેંદો ભભરાવી ડસ્ટિંગ કરો. તૈયાર કરેલા આ ટીનમાં મિશ્રણ રેડો. પ્રિ-હીટેડ ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર ૩૫ મિનિટ માટે બેક કરો. એકદમ ઠંડુ થાય એટલે ડિમોલ્ડ કરીને બનાના વોલનટ લોફને સ્લાઇસ કરી સર્વ કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter