સામગ્રીઃ ૨ પાકા કેળાંનો પલ્પ • ૩ ટેબલ-સ્પૂન બ્રાઉન વાઈટ સાકર • ૩ ટેબલસ્પૂન પીગળેલું બટર • અડધો ટીસ્પૂન વેનિલા એસન્સ • ૧ કપ મેંદો (અડધો મેંદો, અડધો ઘઉંનો લોટ અથવા અડધો મલ્ટિગ્રેન લોટ પણ લઈ શકો) • અડધો ટીસ્પૂન બેકિંગ પાઉડર • અડધો ટીસ્પૂન સોડા • ૧/૪ કપ અખરોટ (અથવા ઓટ્સ), ચોકલેટ ચિપ્સ, કાજુ, કિસમિસ • કેક ટિન (કપ કેક મોલ્ડ)
રીતઃ એક બાઉલમાં સાકર સાથે કેળાંના ટુકડાં કરો અને એની પ્યુરી બનાવી લો. તેમાં બટર મેલ્ટ મિક્સ કરીને બાજુ પર મૂકો. બીજા બાઉલમાં (મેંદો, બેકિંગ, સોડા) મિક્સ કરો. એક મોટા બાઉલમાં થોડોક મેંદો લઈને એમાં થોડી થોડી કેળાની પ્યુરી નાખતા જાવ અને બીટ કરતા જાવ. આમ વારાફરતી મેંદો, પ્યુરી ઉમેરીને બીટ કરી લો. થોડાક અખરોટ એમાં મિક્સ કરી લો. કપ કેક મોલ્ડને ૩/૪ ભરીને એના પર થોડાંક અખરોટ ભભરાવીને માઇક્રોવેવમાં ૧૮૦ ડિગ્રી ઉષ્ણતામાન પર ૧૫ મિનિટ બેક કરી લો.