સામગ્રીઃ પાકાં કેળા - ૨ નંગ • દૂધ - ૩ કપ • પલાળીને છોલેલી બદામ ૧૦થી ૧૨ નંગ • સુગર સિરપ - ૧ ચમચો • કેસરના તાંતણા - જરૂર મુજબ • ઈલાયચીનો ભુકો - પા ચમચી • બદામ - પિસ્તાંની ચીરીઓ - ૧ ચમચો
રીતઃ કેળાંને છોલી તેના નાના ટુકડાં સમારો. હવે મિક્સરમાં સુગર સિરપ, સમારેલાં કેળાં, પલાળેલી બદામ અને એક કપ દૂધ ઉમેરીને સારી રીતે બ્લેન્ડ કરો. તે પછી બાકીનું દૂધ ઉમેરી ફરીથી બ્લેન્ડ કરો. આ કેળાં-ડ્રાયફ્રૂટ શેકને ગ્લાસમાં ભરો અને તેના પર બદામ-પિસ્તાંની ચીરીઓથી સજાવટ કરો. તેના પર ઈલાયચીનો ભુક્કો ભભરાવો અને સૌથી છેલ્લે કેસરનાં તાંતણાં ગોઠવી સર્વ કરો.