સામગ્રીઃ બાફેલાં બટાકાનો માવો ૧ બાઉલ • લીલા મરચાં અને કોથમીરની પેસ્ટ ૧ ચમચી • મરી પાવડર ૧/૨ ટી-સ્પૂન • તલ ૧ ટી-સ્પૂન • આરા લોટ ૧ કપ • તેલ તળવા માટે
સ્ટફીંગ માટેઃ તલનો પાવડર ૧/૨ કપ • શીંગદાણાનો પાવડર ૧/૨ કપ • વરિયાળીનો પાવડર ૨ ટી-સ્પૂન • લીંબુનો રસ ૧/૨ ટી-સ્પૂન • મીઠું ટેસ્ટ પ્રમાણે
રીતઃ સૌપ્રથમ સ્ટફીંગ તૈયાર કરી લો. આ માટે તલ અને શીંગદાણાના પાવડરને શેકી લો. બન્ને પાઉડરને એક બાઉલમાં લઈને તેમાં વરિયાળીનો પાવડર, મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખીને મિક્સ કરો. ત્યાર બાદ અડધા બાઉલ જેટલા સ્ટફીંગમાં ૧ ચમચી જેટલું થેપલીનું મિશ્રણ નાખી બરાબર મિક્સ કરવું.
હવે વડા બનાવવા માટે એક બાઉલમાં બટાકાનો માવો લઈને તેમાં મીઠું, મરી, મરચાં કોથમીરની પેસ્ટ નાખીને મિક્સ કરો. આ પછી તેમાં તલ અને ૧ ચમચી આરાલોટ નાખીને મિક્સ કરો. હવે મિશ્રણમાંથી થેપલી બનાવીને પ્લેટમાં લઈ એક બાજુ રાખો. હવે દરેક થેપલીમાં સ્ટફીંગ મૂકીને બધી બાજુથી વાળીને ગોળ વડા તૈયાર કરી આરા લોટમાં રગદોળી લો. ગરમ તેલમાં વડાને ધીમા તાપે તળી લો. ગરમાગરમ બફવડાની મજા ખજૂર-આમલીની ચટણી અથવા દહીં સાથે માણો.