સામગ્રીઃ અડધો કપ બાજરી (૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી) • અડધો કપ પીળી મગની દાળ • ૧ ટેબલસ્પુન ઘી • ૧ ટીસ્પુન જીરું • ચપટીક હીંગ • અડધી ચમચી હળદર • મીઠું સ્વાદ મુજબ
રીતઃ એક પ્રેશરકૂકરમાં બાજરી, મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી લીધા બાદ કૂકરની ૪ સીટી સુધી બાફી લો. એક ઊંડા નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો તેમાં પછી જીરું ઉમેરો. જ્યારે દાણા તતડવા લાગે ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકન્ડ સુધી સાંતળી લો. આ પછી તેમાં બાફેલી બાજરી - મગની દાળનું મિશ્રણ અને થોડું મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરો. મધ્યમ તાપ પર બેથી ત્રણ મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી રાંધી લો. તરત જ પીરસો.