સામગ્રીઃ ૨ કપ - બાજરીનો લોટ • ૩/૪ કપ - બાફીને મસળેલા બટાકાના માવો • ૧/૪ કપ - ઝીણા સમારેલી કાંદા • ૧/૪ કપ - ખમણેલું નાળિયેળ • ૧/૪ કપ - ઝીણી સમારેલી કોથમીર • ૨ ટી સ્પૂન - આદું-લીલા મરચાંની પેસ્ટ • ૧ ટી સ્પૂન - ગરમ મસાલો • મીઠું - સ્વાદનુસાર • બાજરીનો લોટ - વણવા માટે • ઘી - શેકવા માટે
રીતઃ એક ઊંડા ખુલ્લા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને તેમાં જરૂરી પાણી મેળવીને સુંવાળી કણેક તૈયાર કરો. આ કણેકના ૧૨ સરખા ભાગ પાડી લો. દરેક ભાગને લગભગ ૬ ઇંચના ગોળાકારમાં સૂકા બાજરાના લોટની મદદથી વણી લો. એક નોન સ્ટિક તવાને ગરમ કરી મધ્ય તાપ પર થોડાક ઘીની મદદથી બધી રોટીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. અથાણાં સાથે તરત જ પીરસો.