આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: બાજરી - 1 કપ • મગની ફોતરાંવાળી દાળ - અડધો કપ • ઘી - 3 ચમચી • સમારેલી ફણસી - પા કપ • સમારેલું ગાજર - પા કપ • સમારેલું બટાકું - 1 નંગ • સમારેલી ડુંગળી - 1 નંગ • લસણની પેસ્ટ - અડધી ચમચી • સમારેલું ટામેટું - 1 નંગ • લીલાં મરચાંની પેસ્ટ - પા ચમચી • સમારેલું લીલું લસણ - 2 ચમચી • છીણેલું આદું - નાનો ટુકડો • તમાલપત્ર - 1 • આખા મરી - પા ચમચી • સૂકું લાલ મરચું - 1 નંગ • મીઠું - સ્વાદ મુજબ • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • હળદર-પા ચમચી
રીત: બાજરીને સરસ સાફ કરી લઇને 7-8 કલાક ગરમ પાણીમાં પલાળી દો. મગની ફોતરાંવાળી દાળ ધોઈને તેને પણ ત્રણ કલાક પલાળી દો. કુકરમાં ઘી ગરમ કરી વઘારની બધી સામગ્રી વઘારમાં મૂકો. હવે લસણ અને મરચાંની પેસ્ટ, છીણેલું આદું સાંતળો, સમારેલી ડુંગળી અને ટામેટાંને નરમ થાય ત્યાં સુધી સાંતળો. તેમાં ગાજર, ફણસી, બટાકું ઉમેરો. દરેક સૂકાં મસાલા ઉમેરી તેલ છૂટે એટલે પલાળેલી બાજરી ને મગની દાળ ઉમેરો. જરૂર મુજબ પાણી રેડી ત્રણ સીટી વગાડી લો. ગરમગરમ બાજરી-મગ ખીચડીને લીલાં લસણથી ગાર્નિશ કરી પાપડ અને ડુંગળી સાથે સર્વ કરો.