સામગ્રીઃ દોઢ કપ બાજરીનો લોટ • પોણો કપ ઘઉંનો લોટ • અઢી કપ બારીક સમારેલી મેથી • બે ટેબલસ્પૂન ખમણેલો ગોળ • અડધો કપ દહીં • અડધી ટીસ્પૂન આદુંની પેસ્ટ • એક ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ • એક ટીસ્પૂન લસણની પેસ્ટ • અડધી ટીસ્પૂન હળદર • અડધી ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર • અડધી ટીસ્પૂન ધાણા પાઉડર • અડધી ટીસ્પૂન ધાણાજીરું • અઢી ટેબલસ્પૂન તલ • એક ટેબલસ્પૂન તેલ • મીઠું સ્વાદાનુસાર • તળવા માટે તેલ
રીતઃ બાજરીનાં વડાં બનાવવા માટે એક નાના બાઉલમાં ગોળ અને દહીં ભેગાં કરો અને સારી રીતે મિક્સ કરો. એક ઊંડા બાઉલમાં ગોળ અને દહીંના મિશ્રણ સાથે તમામ સામગ્રીને ભેગી કરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને અર્ધ નરમ કણિક તૈયાર કરી લો. કણિકને સમાન ભાગોમાં વહેંચો. દરેક ભાગને તમારી હથેળીમાં લઇ ધીમે ધીમે હાથ વડે થાબડતા એક સેમી જાડાઈના અને ૨૫ મિમી વ્યાસનાં ગોળાકાર ઢેબરાં તૈયાર કરી લો. એક ઊંડા નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો અને થોડાં ઢેબરાંને એક સમયે મધ્યમ ધીમા તાપ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને ટિશ્યુ પેપર પર મૂકી દો. બાજરીનાં વડાંને તરત જ પીરસો અથવા એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો અને બે દિવસની અંદર ખાઈ લો.